Skip to content Skip to sidebar Skip to footer

Tame Shyam Thaine Funko Mane Vasali Banavo Lyrics તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો ગુજરાતીમાં

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
કલાકાર - જય માણેકશા
શબ્દો - દિલીપ રાવલ
તાલ - દીપચંદી , દાદરા

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.
પછી આભ થઈને વ્યાપો...

તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
પછી આભ થઈને વ્યાપો...

તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
પછી આભ થઈને વ્યાપો...

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.
પછી આભ થઈને વ્યાપો...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Tame Shyam Thaine Funko Mane Vasali Banavo Lyrics તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો ગુજરાતીમાં"