Skip to content Skip to sidebar Skip to footer

Maniyarote Te Halu Halu Thai Viyone Lyrics મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો રે ગુજરાતીમાં

મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
કલાકાર - પાર્થિવ ગોહિલ
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
તાલ - હીંચ , ડબલ હીંચ

હાં.. મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે...
હે મુંઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો...

હાં.. અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો

હાં.. મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો... મણિયારો

હાં.. મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો

હાં.. મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો

હાં.. મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો... મણિયારો

હાં.. પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Maniyarote Te Halu Halu Thai Viyone Lyrics મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો રે ગુજરાતીમાં"