Skip to content Skip to sidebar Skip to footer

Navlakhay Lobaliyaliyu bheliyu Garba Lyrics નવલાખાય લોબળીયાળીયું ભેળીયું ગુજરાતીમાં

નવલાખાય લોબળીયાળીયું ભેળીયું
કલાકાર - કિર્તીદાન ગઢવી
શબ્દો - લાખણ
તાલ - ડબલ હીંચ

ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું,
ફુલ છાબળીયું શીર પરે,
હૈયે હેમ હાંસળીયુ માણેક મઢીયું હો માં,
મોતીયે જળીયુ તેજ જરે,
પગ નુપુર કડલાં કાબીયું સોભીયું,
હેમની પોચીયુ હાથ પરે,
નવલાખાય લોબળીયાળીયું ભેળીયું,
મળીયુ મઢળે રાસ રમે
માડી મળીયુ મઢડે રાસ રમે...

કર ત્રિસુળવાળીયું પુરા પંજાળીયું,
લાકડીયાળીયું એમ રમે,
ધન્ય ધિંગી ધજાળીયું આભ કપાળીયું,
ભેળીયાવાળીયું એમ ભમે,
કર હેમની ચુડીયુ પાળીયું તાળીયું,
ગાળીયું જાળીયું નભ ગજે...

માડી નાક નથળીયું, કાન અકોંટીયું,
ભાલ ટીલળીયું બહુ મુખે,
ઝળળળ જબુકીયું જાણ્ય અષાઢીયું,
વાદળ કઢીયું વિજળીયું,
ફરે ફેર ફુદળીયું દશ્યુય ઢળીયું,
જાણે વાલપની માડી વેલડીયું...

માત મિનલ નાગલ કાગલ,
રાજલ મોગલ પીઠડબાઇ મળી,
માત કરણી જીવણી બાલવી બલાડ,
બુટ ભવાનીય સાથ ભળી,
વળી વિપળી દેવલ હોલ વરવડી,
ખમ્મા ખમ્મા ખોડીયાર રમે...

માડી શેષ મહેશ ગુનેશ દિનેશ,
સુરેશ હુય દેવોય ધ્યાન ધરે,
એમાં અપ્સર ગંધર્વ કિન્નર ચારણ,
નારદ મુનિય ગાન કરે,
ૠષિ અત્રી દધિચિ અગત્સ્ય,
વશિષ્ઠ પરાસર મુનિ પાય પડે...

જબ્બર જોરાળીયું જોગ જોરાળીયું,
રંગ રઢાળીયું રાસ રમે,
નવ રાત નવેલીયું બુઢીયું બાળક,
સંગ સાહેલીયું સાથ રમે,
માડી મઢળે આવીને ચારણ 'લાખણ',
સોનલમાને પાય નમે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Navlakhay Lobaliyaliyu bheliyu Garba Lyrics નવલાખાય લોબળીયાળીયું ભેળીયું ગુજરાતીમાં"