https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Superhit Sakhio Lyrics In Gujarati "સુપરહિટ સાખીઓ" ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Superhit Sakhio Lyrics In Gujarati "સુપરહિટ સાખીઓ" ગુજરાતીમાં

"સુપરહિટ સાખીઓ"
કલાકાર - નારાયણ સ્વામી

એ નીત જપુ સતનામ સુંદીર શ્યામ ને ભુલું નહિ,
નિંદા થકી ગભરાઉ ના સ્તુતિ થકી ફૂલું નહિ.

પ્રેમ મારો જે હતો પહેલા તે આજે પણ રહ્યો,
મિત્ર ભાવે હું બંધાયો ખોલો પણ ખુલું નહિ.

થાયે તુ નારાજ મુજથી હું રાજી રહ્યુ તુજથી સદા,
તુ મને ભૂલે ભલે પણ હું તને ભૂલું નહિ.

છે ગુરુ આધાર મારો હું ગુરુનો દાસ છું,
સદગુરૂ પાલવડે જુલું અન્યથા જૂલું નહિ.

પ્રેમ મય નીસ દિન રહ્યુ સતારશાહ સત્સંગ માં,
માર્ગ મુજને જે મળ્યો એ મારગથી ડોલુ નહિ.

જેમ જેમ આ જીવ છૂટવા ઉપાય કરે એમતો ડબલ બંધાય,
આપ બળે જીવ છૂટે નહી જો ન છુડાવે ત્રિભુવનરાય.

જ્યાં જાગે ત્યાં તુ રામ  જપ સૂતાં રામને સંભાર,
ઉઠત બૈથત આત્મા ચાલંતા ચિતાર.

કેમ કે હરી વિસારી તું સુવે હરી જાગે તો કજ,
ઓ અપરાધી આત્મા અવગુણ એહ અલજ.

નારાયણ ના વિસરિયે નીત પ્રત લીજે નામ,
જો લાભે મનુસાજનમ તો કીજે ઉત્તમ કામ.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Superhit Sakhio Lyrics In Gujarati "સુપરહિટ સાખીઓ" ગુજરાતીમાં"