Skip to content Skip to sidebar Skip to footer

Madi Taru Kanku Kharyune Suraj Ugyo Lyrics માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ગુજરાતીમાં

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
કલાકાર - ગાથા પોટા
મ્યુઝિક - ડૉક. કવન પોટા , ધૈર્ય રાજપરા
શબ્દો - અવિનાશ વ્યાસ
તાલ - દીપચંદી

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો આજ ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

2 ટિપ્પણી for "Madi Taru Kanku Kharyune Suraj Ugyo Lyrics માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.