https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Moj Ma Revu Mojma Revu Lokgeet Lyrics મોજમાં રેવું મોજમાં રેવું ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Moj Ma Revu Mojma Revu Lokgeet Lyrics મોજમાં રેવું મોજમાં રેવું ગુજરાતીમાં

મોજમાં રેવું મોજમાં રેવું
કલાકાર - ઓસમાન મીર
શબ્દો - દાન અલગારી
તાલ - ડબલ હીંચ , હીંચ

મોજમાં રેવું મોજમાં રેવું,મોજમાં રેવું મોજમાં રેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે
મોજમાં રેવું મોજમાં રેવું...

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુ થઇ ગઇ
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે
મોજમાં રેવું મોજમાં રેવું...

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે મોજમાં રેવું મોજમાં રેવું...

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે...
મોજમાં રેવું મોજમાં રેવું...

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાં રેવું મોજમાં રેવું...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Moj Ma Revu Mojma Revu Lokgeet Lyrics મોજમાં રેવું મોજમાં રેવું ગુજરાતીમાં"