Skip to content Skip to sidebar Skip to footer

Chapti Bhari Chokhane Ghinochhe Divdo Garba Lyrics ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો ગુજરાતીમાં

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
કલાકાર - આસિફ જેરિયા , સોનલ ગઢવી
મ્યુઝિક - મનોજ - વિમલ
તાલ - ગરબા , એક તાળી , હીંચ

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે...

માને મંદિરીયે ઓલો સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે...
હાલો હાલો પાવાગઢ જઈએ રે...

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે...
હાલો હાલો પાવાગઢ જઈએ રે...

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે...
હાલો હાલો પાવાગઢ જઈએ રે...

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે...
હાલો હાલો પાવાગઢ જઈએ રે...

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે...
હાલો હાલો પાવાગઢ જઈએ રે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Chapti Bhari Chokhane Ghinochhe Divdo Garba Lyrics ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો ગુજરાતીમાં"