Skip to content Skip to sidebar Skip to footer

Bhajan Ni Navi Sakhio Lyrics In Gujarati ભજન ની નવી સાખીઓ ગુજરાતીમાં

ભજન ની નવી સાખીઓ ગુજરાતીમાં
કલાકાર - કિર્તીદાન ગઢવી
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

સુર બિન મિલે નહિ સરસ્વતી ,
અને ગુરુ બિન મિલે નહિ જ્ઞાન ;
જલ બિન ઉતરે નહિ પ્રભુની આરતી,
અન્ન બિન ટકે નહિ પ્રાણ .

ગુરુ હમારા ગારૂડી અને , મુજ પર કીધી મહેર ;
મોરા બતાયા મરમ તણા , ઉતર ગયો સબ ઝેર.

કાયા કાચની પૂતળી , અને ઇતો ઠમકે ભાંગી જાય ;
એને મઢો મારા પ્રભુના નામથી , તોતો કટકા કદી નવ થાય.

પહેલો નામ પરમેશ્વરો , જેણે જગત માંડ્યો છે જોય ;
નર મૂરખ સમજે નહિ , મારો હરી કરે સો હોય.

ગુરુ ગુંગા ગુરુ બાવરા , ગુરુ ખેવન કા ખેવ ;
અરે જો તું શિષ્ય શાણા હૈ , કરલે ગુરૂકી સેવ.

પ્રેમ વિન પાવે નહિ , ભલેને હુનર કરોને હઝાર ;
કહે પ્રીતમ પ્રેમ વિના , નહિ મળે નંદ કુમાર .

પ્રેમ ને વાચા હોય તો , આખું જગત જોગણ બની જાત ;
પછી હલકીને હેમાળે જાય , ભગવા પેરી ભુદરા .

ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ , પૂજા મૂલમ ગુરુર પદમ ;
મંત્ર મૂલમ ગુરુર વાક્યમ , મોક્ષ મૂલમ ગુરુર કૃપા .

સુખ કી કરેના ચાહના , દુઃખ મે નહિ દિલગીર ;
ફના કરે ફંદ કો , ઉનકા નામ ફકીર .

પ્રેમ પ્રેમ સૌ કહે , પ્રેમ ન જાણે કોઈ ;
સાચો પ્રેમ જો હોય તો , વાલા જુદા ન પડે કોઈ .

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Bhajan Ni Navi Sakhio Lyrics In Gujarati ભજન ની નવી સાખીઓ ગુજરાતીમાં"