Skip to content Skip to sidebar Skip to footer

Amara Hal Na Puchho Lyrics In Gujarati અમારા હાલ ના પૂછો ગુજરાતીમાં

અમારા હાલ ના પૂછો
કલાકાર - સાગરદાન ગઢવી
મ્યુઝિક - ધવલ કાપડિયા
શબ્દો - કવિ કે દાન
તાલ - દીપચંદી

અમારા હાલ ના પૂછો ,અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા , સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો...

તમે તો લઇ ગયા મારી હતી જે નીંદ ની રાતો
તમે તો લઇ ગયા મારી હતી જે નીંદ ની રાતો
હજુ એ રાત ઉભી છે, હજુ એ રાત ઉભી છે
સાંભળવા ઈ પ્રેમ ની વાતો
અમારા હાલ ના પૂછો, તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો

તરસતા નૈન મારા બસ એકવાર તમને જોવાને
તરસતા નૈન મારા બસ એકવાર તમને જોવાને
મળ્યા ઈ આંખ ને આંસુ, મળ્યા ઈ આંખ ને આંસુ
હવે દિન-રાત રોવા ને
અમારા હાલ ના પૂછો, તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા, કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો

હશે મંજુર કુદરત ને કાં હશે ઈ ખેલ કિસ્મત નો...
હશે મંજુર કુદરત ને કાં હશે ઈ ખેલ કિસ્મત નો
નથી કાંઈ દોષ તમારો, નથી કાંઈ દોષ તમારો
એ નથી કાંઈ વાંક પણ મારો
અમારા હાલ ના પૂછો, તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા, સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો

કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રુદિયા ને ઘા
કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રુદિયા ને ઘા
નથી કોઈ ને કહી સકતા, નથી કોઈ ને કહી સકતા
કે નથી એને સહી સકતા
અમારા હાલ ના પૂછો, તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા, સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
અમારા હાલ ના પૂછો

મુજે છોડ કેવો ખુશ હે તો શિકાયત કેસી
અબ મેં ઉસે ખુશ ના દેખ શકું તો વો મોહોબ્બત કેસી..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Amara Hal Na Puchho Lyrics In Gujarati અમારા હાલ ના પૂછો ગુજરાતીમાં"