https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW TU RANGAI JANE RANGMA LYRICS IN GUJARATI તું રંગાઈ જાને રંગમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

TU RANGAI JANE RANGMA LYRICS IN GUJARATI તું રંગાઈ જાને રંગમાં

તું રંગાઈ જાને રંગમાં
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
લેબલ - રામ ભગવાન
શબ્દો - બાબા આનંદ
તાલ - કેહરવા , ગરબા , હીંચ

રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતારામ તણાં સત્સંગમાં,
રાધેશ્યામ તણાં તું રંગમાં  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં  

આજે ભજશું કાલે ભજશું  
ભજશું સીતારામ ક્યારે ભજશું રાધેશ્યામ  
શ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રહે તનમાં  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં  
સીતારામ તણાં સત્સંગમાં,
રાધેશ્યામ તણાં તું રંગમાં  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં  

જીવ જાણતો ઝાઝું જીવશે  
મારું છે આ તમામ, પેલા અમર કરી લઉં નામ  
તેડું આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં  
સીતારામ તણાં સત્સંગમાં,
રાધેશ્યામ તણાં તું રંગમાં  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં  
   
સૌ જીવ કહેતા પછી જંપીશું  
પહેલા મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ  
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમા  
સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણાં તું રંગમા  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમા  

ઘડપણ આવશે ત્યારે ભજીશું  
પહેલા ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ  
આતમ એકદી ઊડી જાશે,તારું શરીર રહેશે પલંગમા  
રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગમા  
સીતારામ તણાં સત્સંગમાં,
રાધેશ્યામ તણાં તું રંગમા  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમા  
   
બત્રીસ ભાતનાં ભોજન જમતા  
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ?  
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ભમે તું ઘમંડમા  
રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગમા  
સીતારામ તણા સત્સંગમા,
રાધેશ્યામ તણા તું રંગમા  
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમા  
   
રંગ રાગમાં ક્યારે રટાશે?  
રહી જાશે આમને આમ,માટે ઓળખને આતમરામ  
બાબા આનંદે હરિૐ અખંડ છે ભજતું શિવની સંગમા  
રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગમા  
સીતારામ તણાં સત્સંગમાં,
રાધેશ્યામ તણાં તું રંગમા  
રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગમા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "TU RANGAI JANE RANGMA LYRICS IN GUJARATI તું રંગાઈ જાને રંગમાં"