https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW SHERI VALAVI SAJJ KARU LYRICS IN GUJARATI શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

SHERI VALAVI SAJJ KARU LYRICS IN GUJARATI શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું ઘરે  આવો ને
કલાકાર - લલીતાબેન ઘોડાદ્રા
તાલ - હીંચ , એક તાળી , ગરબા

શેરી વળાવી સજ્જ કરું, ઘરે  આવો ને
આંગણિયે વેરું ફૂલ, મારે ઘરે આવો ને

ઉતારા દેશું ઓરડા, ઘરે આવો ને
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

દાતણ દેશું દાડમી, ઘરે આવો ને
દેશું દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

નાવણ દેશું કુંડિયું, ઘરે આવો ને
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

ભોજન દેશું લાપશી, ઘરે આવો ને
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

રમત દેશું સોગઠી, ઘરે આવોને
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

પોઢણ દેશું ઢોલિયા, ઘરે આવોને
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "SHERI VALAVI SAJJ KARU LYRICS IN GUJARATI શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને"