Skip to content Skip to sidebar Skip to footer

SAKHI RAM NE VALI RAMAGRI LYRICS IN GUJARATI ગુજરાતી સાખી રામ ને વાલી રામગરી

ગુજરાતી સાખી રામ ને વાલી રામગરી
લેબલ - રામ ભગવાન
તાલ - ભજન ની શરૂઆત પહેલાં ગવાય

રામ ને વાલી રામગરી
સીતા ને વાલા રામ,
ધરમ રાજા ને એના ધરમ વાલા
એ રાજા કર્ણ ને વાલા એના દાન,
ભજમન રામ તુ તુ તુ
એ તુહી  તુહી મેરે પ્યારે રામ.

રામે ગાઈ રામગરી
લક્ષ્મણ જી એ ગાયો બિહાગ,
હનુમાનજીએ ગાયો સિંધુળો
નાગર નરસિંહ એ ગાયો કેદાર,
ભજમન રામ તુ તુ તુ
એ તુહી  તુહી મેરે પ્યારે રામ.

મંગલ ભવન અમંગલ હારી
દ્ભવહુ સુ દશરથ અજીર બિહારી,
જય જય હનુમાન ગોસાઈ
કૃપા કરો ગુરુદેવ કી નાઇ.

રઘુકુલ રીત સદા ચલી આઇ,
પ્રાણ જાઇ પર વચન ન જાઇ.

રામ નામ કી લૂટ હૈ તુ લૂટ સકેતો લૂટ,
અંત કાળે તુ પછતાયેગા તેરો પ્રાણ જાયેગો સુખ.

એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર,
એમા થાકે મુનીજન પંડિતા એનો વેદ ન પામે પાર.

સંત મિલન કો જાઇએ ત્યજી માન મોહ અભિમાન,
જ્યું જ્યું પાવ આગે ધરો કોટિક અજ્ઞ સમાન.

સંત દેખી નમન કરીયે જપટ નમાવી શીશ,
એક ગુનાતો ક્યાં કરે લાખો ગુના બક્ષિસ.

ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જૂગો થી વાટ જોતી,
હે જોતા જોતા અમને મળી ગયા પ્યારા મહાસાયરના મોતી.

સતગુરુ ઐસા કીજીયે જૈસા પૂનમ કા ચાંદ,
તેજ કરે પણ તપે નહિ આપે ઉર આનંદ જી જી જી.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "SAKHI RAM NE VALI RAMAGRI LYRICS IN GUJARATI ગુજરાતી સાખી રામ ને વાલી રામગરી"