https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Mara Ghatma Birajta Shreenathji Dhun Lyrics મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Mara Ghatma Birajta Shreenathji Dhun Lyrics મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી ગુજરાતીમાં

મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - અપ્પુ
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - કેહરવા

મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
મારૂ મનડું છે ગોકુલ વનરા વન,
મારા તન ના આંગણીયા માં તુલસી ના વન,
મારા પ્રાણ જીવન, મરા ઘાટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,

મારા આતમ ના આંગણે શ્રી મહાકૃષ્ણજી,
મારી આંખો દીશે ગિરધારી રે ધારી,
મારૂ તનમન થયું છે જેને વારિ રે વારી ,
મારા શ્યામ મુરારી, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,
નિત્ય કર્તા શ્રીનાથજી ને કાલા રે વાલા,
મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન,
મારૂ મોહી લિધુ મન, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,

હૂતો નિત્ય વિઠ્ઠલવરની સેવારે કરુ,
હૂં તો આઠે સમા કેરી જાંખી રે કરૂ,
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું,
જીવન સફલ કર્યું , મરા ઘાટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,

મેં તો ભક્તિ મારગ કેરો સાંગ રે સાધ્યો,
મેં તો પુષ્ટિ મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ભોળા કીર્તન કેરો રંગ રે લાગ્યો ,
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો ,
હિરલો હાથ લાગ્યો , મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,

આવો જીવનમમા લાવો ફરિ કદી ના માલે,
વારેવારે માનવ દેહ કદી ફરી ના મળે ,
ફેરો લખરે ચોરાસિનો મારો રે ફળે ,
મને મોહન મલે, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
મારિ અંત સમય કેરી સુનો રે અરજી,
લેજો શરણો માં શ્રીજી બાબા દયા રે કરી,
મને તેડા રે યમ કેરા કદી ના આવે ,
મારો નાથ તેદાવે,

મરા ઘાટ માં બિરાજતા,
શ્રીનાથજી યહમુનાજી મહાપ્રભુજી,
મારૂ મનડું છે ગોકુલ વનરા વન,
મારા તન ના આંગણીયા માં તુલસી ના વન,
મારા પ્રાણ જીવન, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો,
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો,
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mara Ghatma Birajta Shreenathji Dhun Lyrics મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી ગુજરાતીમાં"