Skip to content Skip to sidebar Skip to footer

KHUSHI DEJE JAMANANE LYRICS IN GUJARATI ખુશી દેજે જમાનાને

ખુશી દેજે જમાનાને
કલાકાર - કિર્તીદાન ગઢવી
શબ્દો -  નાઝિર દેખૈયા
તાલ - ગઝલ તાલ , ઠેકા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે..
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

સદાય દુખ માં મલકે, મને એવા સ્વજન દેજે,
ખીજા માં પણ ના કરમાય, મને એવા સુમન દેજે.(૧)
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે... (૨)
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા,
કમળ બિડાય તે પેહલા , ભ્રમરને ઉડ્ડયન દેજે. (૩)
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.(૪)
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ,મને એવા નમન દેજે.(૫)
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
- નાઝિર દેખૈયા

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ પર ક્લિક કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "KHUSHI DEJE JAMANANE LYRICS IN GUJARATI ખુશી દેજે જમાનાને"