Skip to content Skip to sidebar Skip to footer

HEJI AKHAND ROJI HARINA HATHAMA LYRICS IN GUJARATI હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
કલાકાર - નિરંજન પંડ્યા
શબ્દો - નરસિંહ મહેતા
ભજન - ક્રિષ્ન ભગવાન
તાલ - દિપચંદી , માઇટ

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
વાલો મારો જુવે છે વિચારી
દેવા રે વાળો નથી દૂબળો
ભગવાન નથી રે ભીખારી…
હે જી વ્હાલા…

જળ ને સ્થળ તો અગમ છે
અને આ કાયા છે વિનાશી
સરવને વાલો મારો આપશે
હે જી મનડા તમે રાખો ને વિશવાસી…
હે જી વ્હાલા…

હે જી નવ નવ મહિના ઉદર વસ્યા
તે દિ વાલે જળથી જીવાડયા
ઉદર વસ્યાને હરિ આપતો
આપતો સૂતાં ને જગાડી…
હે જી વ્હાલા…

ગરૂડે ચડીને ગોવિંદ આવજો
આવજો અંતરજયામી
ભક્તોના સંકટ તમે કાપજો
મહેતા નરસૈયાના સ્વામી…
હે જી વ્હાલા…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "HEJI AKHAND ROJI HARINA HATHAMA LYRICS IN GUJARATI હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં"