Bas Etli Samaj Mane Parvardigar de Gazal બસ એટલી સમજ મને પરવરદિગાર દે ગુજરાતીમાં
બસ એટલી સમજ મને પરવરદિગાર દે
કલાકાર - મનહર ઉદાસ
શબ્દો - મરીઝ
તાલ - કેહરવા
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
બસ એટલી સમજ...
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
બસ એટલી સમજ...
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.
બસ એટલી સમજ...
આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
બસ એટલી સમજ...
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
બસ એટલી સમજ...
પીઠામાં મારૂં માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.
બસ એટલી સમજ...
દુનિયામાં કંઇકનો હું કરજદાર છું 'મરીઝ ',
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
બસ એટલી સમજ...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Bas Etli Samaj Mane Parvardigar de Gazal બસ એટલી સમજ મને પરવરદિગાર દે ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.