Skip to content Skip to sidebar Skip to footer

SAKHIO સાખીઓ

સાખીઓ
કલાકાર - દિનેશ વઘાસીયા
શબ્દો - સાખી ના શબ્દો
પ્રોગ્રામ - સ્વામિનારાયણ મંદિર દ્રોણેશ્વર
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

જબ તુમ આયે ઇસ જગત મે
જગ હસે તુમ રોય
ઐસી કરની કરકે ચલો
તુમ હસો જગ રોય

કેમ કે ચીઠ્ઠી ફાટશે ઉપરવાળાની
તેદી વેળા થશે જવાની
સગા સબંધીઓ સાથે મળીને
ચમચી પાણી પાવાની

લોટ પાણીનો લાડવો કરશે
પણ વેળા હસે નહિ ખાવાની
પાચ પચીસ ભેળાં મળી
અને ઉતાવળ કરશે કાઢી જવાની

પછી લાકડા ભેળો તને બાળી દેશે
ઉતાવળ હસે એને નાવાની
અને હાડકા તારા રહી જશે
રાખતો ઉડી જવાની

બાર દિવસ તારી મોકાણ કરશે
પછી આ દુનિયા લાડવા ખાવાની
એ સ્વાર્થ ની સગી છે આ દુનિયા
તને ઘડીકમાં ભૂલી જવાની

ઘણા મૂર્ખાઓ એમ સમજે છે
મારા વિના ચાલે નહિ આ સંસાર
રામ અને કૃષ્ણ જેવા ચાલ્યા ગયા
તોય ચાલે છે સંસાર

નવ નવ ગ્રહોને ઢોલિયે બાંધી
જે સૂતો હતો સોળ તાણી
એ ખબર હતી નહિ લંકેશ ને
મૃત્યુ કરશે એની ઉઘરાણી

રહેમ ખાવી ગમતી નથી
ગરીબોની તવંગરને
ઉજળ થાસે આ ફૂલવાળી
એની ખબર નથી બંદરને

મરે છે દોશી કે નિર્દોષ
એની ખબર નથી ખંજરને
એમા બધું છોડીને જવું પડશે
એની ખબર હતી નઈ સિકંદરને

પંજા લાગ્યા પિયુ તણા
પોગ્યાં ના પરિયાણ
કાળ જળમાં વ્યાપી રહ્યો
એક અવિગત પુરુષ અનામ


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "SAKHIO સાખીઓ"