Skip to content Skip to sidebar Skip to footer

HAVE PRABHU UGHADONE DWARJI હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી

હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી
કલાકાર - આદિત્ય ગઢવી
શબ્દો - અજાણીતા
મ્યુઝિક - ઝલક પંડયા
ફ્લુટ - પાર્થ સરકાર
વાયોલિન - વનરાજ શાસ્ત્રી
તબલા - બલ્લુ સિંધ
તાલ - માઇટ દીપ ચંદી

ઉઘાડોને દ્વાર વિનંતી કરું હું વારંવાર
હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી
ઉઘાડોને દ્વાર વિનંતી કરું હું વારંવાર
હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી...

માયા મિટાવી મુજ ઘરેથી
હું તો આવ્યો તારે દ્વાર જી
મનડું આતુર છે મળવાને માટે
હે જી નોધારાના આધાર
હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી...

આવે પોતાને આંગણે એનો કાઈક
કરવો જોઈએ સરકાર જી
કેમ વિવેકી વિલંબ કરો છો
એજી રુક્ષમણીના ભરથાર
હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી...

મારે નથી કાઈ માગવું પ્રભુ
મને દિયોને દીદાર જી
દાતાર થઈને કેમ ડરોછો
એજી ક્ષત્રિય કુળ શણગાર
હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી...

હા.. હજારો ભક્તોના કામ કર્યા છે
એનો શું કરું વિસ્તાર જી
આદિ સરને દર્શન આપી
વર્તાવો જયજયકાર જી

હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી...
હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "HAVE PRABHU UGHADONE DWARJI હવે પ્રભુ ઉઘાડોને દ્વાર જી"