Skip to content Skip to sidebar Skip to footer

DWARKESH VALA LEJO AMNE DHYANAMA દ્વારકેશ વાલા લેજો અમને ધ્યાનમાં

વાલા લેજો અમને ધ્યાનમાં
કલાકાર - જીગ્નેશ કવિરાજ
શબ્દો - રાજન રાયકા
મ્યુઝિક - જીતુ પ્રજાપતિ
તાલ - ત્રણ તાળી રાસ

ગોકુળ માં જઉં તોય નથી એ મળતા
મથુરા ગયા તોય નથી એ જળતા
દ્વારકા ગયા તોય નથી એ સાંભળતા
ડાકોર ના ઠાકોર
કેવા ઉલળતા

એ કોઈ કેજો કાનાના કાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં (૨)
સમજાવુસુ સાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં

દ્વારકા તારું દૂર છે
પણ જવું તો જરૂર છે
લઈ જાય જો તું મનેતો
તું કહે એ મને મંજૂર છે
જીવું છું બેભાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં

એ કોઈ કેજો કાનાના કાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં

હો દુનિયા મે જોવી તારી હારે મારે વાલિડા
પક્લીડે લે હાથ રે જો સાથ મારી કાનુડા
તું મારો નાથ માઈ બાપ અમે છોરૂડા
સંસારી સાગર માયાગડ રે જો બેરૂડા

જશોદાનો જાયો કાનજી કાળો
બની ગયો છે ભાઈબંધ મારો
જુદાના પડતો જોયજે કોઈ દાડો
વિખરાઈ જાશે અમારો માળો

વાલા લાખો નમે તારા ધામમાં
વાલા લેજો અમને ધ્યાનમાં
એ કોઈ કેજો કાનાના કાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં

હો દોડ્યા હતા રે જ્યારે આવ્યા સુદામા
એવી રીતે રે આવજો અમારી સામા
માંગુ જો કોઈને પાસે હું તારા સરનામા
કહે છે કણ કણ માં વસે છે સુંદરશ્યામા

ગાયું મૂકીને વાલાને છોડી વાળાને છોડી
દ્વારકા વાળા આવોને દોડી
ભક્તિ ના રસમાં રંગોને ઘોળી
ભગવાનના ભેળું રમવું છે હોળી

હે તારો ભગત બેઠો તારા ગામમાં
ઈસનપુર ગામમાં ...
એ વાલા લેજો અમને ધ્યાનમાં

એ કોઈ કેજો કાનાના કાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં
સમજાવુસુ સાનમાં
એ વાલા લેજો અમને ધ્યાનમાં

હો તારા ધબકારા હૃદય ને તારા શ્વાસમાં છું
મનથી માનોતો હું ક્રિષ્ન વિશ્વાસ માં છું
હો કોઈ દુઃખીની પીડાના અહેસાસ છું
હું કાનુડો આશ પાસ છું...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "DWARKESH VALA LEJO AMNE DHYANAMA દ્વારકેશ વાલા લેજો અમને ધ્યાનમાં"