Skip to content Skip to sidebar Skip to footer

JAVU PADSE JIVDA EKDI LYRICS જાવું પડશે એક દી જીવડા ધણીને દરબાર

જાવું પડશે એક દી જીવડાં ધણીને દરબાર
કલાકાર - રેખા રાઠોડ
શબ્દો - સાગર
લેબલ - સ્ટુડિયો સંગિતા
તાલ - ડબલ હીંચ , કેહરવા

જાવું પડશે એક દી જીવડા ધણીને દરબાર
જાવું પડશે એક દી જીવડાં ધણીને દરબાર
હંસા રાજા હાલો જાવું મૂકીને ઘરબાર ......

હે સ્વાર્થ ની વળગે જીવડા સવને સગાયું (૨)
મોંઘો મનખો મેલી તારો અવસર એળે જાય
હંસા રાજા હાલો જાવું મૂકીને ઘરબાર ......
જાવું પડશે એક દી જીવડા ધણીને દરબાર
હંસા રાજા હાલો........

હે સગારે વાલા તારા પોક મૂકી રડશે (૨)
પાલખી માં સુવડાવી બાધે છેડે શ્રીફળ ચાર
હંસા રાજા હાલો જાવું મૂકીને ઘરબાર ......
જાવું પડશે એક દી જીવડાં ધણીને દરબાર
હંસા રાજા હાલો........

હે પાલખી તારી જીવડા ફૂલે સણગારી (૨)
ખોટા ખોટા રડશે લાંબા તાણી રાગ
હંસા રાજા હાલો જાવુ મૂકીને ઘરબાર ......
જાવું પડશે એક દી જીવડા ધણીને દરબાર
હંસા રાજા હાલો........

હે સમસાન જીવડા તારી કાયા સળગાવસે (૨)
સાગર સેવટ જાવુ જ્યાં છેલો સે મુકામ
હંસા રાજા હાલો જાવું મૂકીને ઘરબાર ......
જાવું પડશે એક દી જીવડાં ધણીને દરબાર
હંસા રાજા હાલો........

હંસા રાજા હાલો જાવું મૂકીને ઘરબાર ......
હંસા રાજા હાલો જાવું મૂકીને ઘરબાર ......


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "JAVU PADSE JIVDA EKDI LYRICS જાવું પડશે એક દી જીવડા ધણીને દરબાર"