Skip to content Skip to sidebar Skip to footer

Valo Kare chhe Vato Re Bhajan Lyrics વાલો કરે છે વાતો રે ગુજરાતીમાં

વાલો કરે છે વાતો રે
કલાકાર - બિરજુ બારોટ
લેબલ - બાપા બજરંગદાસ
શબ્દો - દાસ સવો
તાલ -  ડબલ હીંચ

(સાખી)
રામા કહુકે રામદે અને વળી હીરા કહ્યુકે લાલ;
નર ને રામોપીર ભેટિયા ઇ નર થઈ ગયા ન્યાલ.

સાચાની સંગાથે રે..
વાલો કરે છે વાતો રે સાચાની સંગાથે રે..

પરગટ છે પિરૂનું ખાતું જા'જ દરિયેથી રાખ્યું જાતું ,
ભાગ્યહિણથી નથી ભળાતું રે ;
સાચાની સંગાથે રે..

પરથમ તો ધરમને ધાતું ધડ ઉપરથી ઉતારી માથું ,
ઠકલુંથી નથી ઠેરાતું રે ;
સાચાની સંગાથે રે..

નકળંક છે નીઝારી ખાતું જોવું હોય તો રણુજે જાતું ,
મળે છે ત્યાં મુક્તિની દાતું રે ;
સાચાની સંગાથે રે..

બાવળથી છોડી દે બાથું શરણે તો સાહેબની થાતું ,
દાસ સવો કહે મુખે કહીશ હા તું રે ;
સાચાની સંગાથે રે..

સાચાની સંગાથે રે..
વાલો કરે છે વાતો રે સાચાની સંગાથે રે

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Valoji kare chhe vatu lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Valo Kare chhe Vato Re Bhajan Lyrics વાલો કરે છે વાતો રે ગુજરાતીમાં"