Skip to content Skip to sidebar Skip to footer

Maja chhe Dur Rehvama Lyrics મજા છે દુર રહેવા મા ગુજરાતીમાં

મજા છે દુર રહેવા મા
કલાકાર - અલ્પા પટેલ
શબ્દો - ત્રાપજકર
તાલ -  ઠેકા , કેહરવા

કહુ છુ પ્રેમીઓ ભોળા , મજા છે દુર રહેવા મા ;
સમીપે સંતાપો ઝાઝા , મજા છે દુર રહેવામાં .

ઊગે આકાશે ભાનુ કમળનુ મુખડુ મલકે ;
રવિ ને સ્પર્શવા કરતા મજા છે દુર રહેવામાં .

બજે જયાં બિન મીઠુ ત્યાં , ન હરણી આવજે પાસે ;
વિંધાવુ બાણથી પડશે મજા છે દુર રહેવામાં .

ચકોરી દુર થી નાચે , ને ઊડી ચંદ્ર ને ભેટે ;
કલંકો વેઠવા કરતા , મજા છે દુર રહેવામાં .

મધુરા વાયુ લહેરાતા , મધુકર મોહ ના કરજે ;
કુસુમ ના કેદખાનાથી , મજા છે દુર રહેવામાં .

પતંગો ના કદી સમજે , અગર સમજે તો કહી દેવુ ;
દિપક મા દાઝવા કરતા , મજા છે દુર રહેવામાં .

તજી ને ગોપીઓ ઘેલી , વસ્યા શ્રી કુષ્ણ દ્વારીકા ;
પ્રભુએ પણ પીછાણ્યું કે , મજા છે દુર રહેવામાં .

કહુ છુ પ્રેમીઓ ભોળા મજા છે દુર રહેવામાં .

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Samipe santap chhe jaja lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Maja chhe Dur Rehvama Lyrics મજા છે દુર રહેવા મા ગુજરાતીમાં"