Skip to content Skip to sidebar Skip to footer

Hatadiye Kem Revase Bhajan Lyrics હાટડીયે કેમ રેવાસે ગુજરાતીમાં

હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
કલાકાર - હરિ ભરવાડ
મ્યુઝિક - અપ્પુ
શબ્દો - દાસી જીવણ
તાલ -  હીંચ , ચલતી

હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
હે રામની રજા નઈ રે મારા..
રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ..

હ.. બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈ
બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈ
હે તેડાં આવ્યા રામના જ્યારે..
તેડાં આવ્યા રામના જ્યારે હાટડી પડી ગઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ (૨)
હે રામની રજા નઈ રે મારા..
રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ..

હ.. જમડે જ્યારે ઢોલિયે બાંધ્યો જરા મરણ નઈ
જમડા જ્યારે ઢોલિયે બાંધ્યા જરા મરણ નઈ
દસ મસ્તક ને વીસ ભૂજાઈ..
દસ મસ્તક ને વીસ ભૂજાઈ રાવણ રહ્યો નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ (૨)
હે રામની રજા નઈ રે મારા..
રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ..

હ.. ઉચી મેડીને અજબ જરુખા સુખમાં રહ્યો તુર
ઉચી મેડીને અજબ જરુખા સુખમાં રહ્યો તુર
હે.. જમડે આવી જાલ્યો ત્યારે..
જમડે આવી જાલ્યો ત્યારે લાવો લઈ શક્યો નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ (૨)
હે રામની રજા નઈ રે મારા..
રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ..

હ.. ધર્મ ના કામમાં ઢીલ ના કરવી વેળા જાસે વઈ
ધર્મ ના કામમાં ઢીલ ના કરવી વેળા જાસે વઈ
હે દાસી જીવણ ભીમ પ્રતાપે..
દાસી જીવણ ભીમ પ્રતાપે નામની નોબત થઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ (૨)
હે રામની રજા નઈ રે મારા..
રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ..
રામની રજા નઈ..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ram bhajan in gujarati

ટિપ્પણી પોસ્ટ કરો for "Hatadiye Kem Revase Bhajan Lyrics હાટડીયે કેમ રેવાસે ગુજરાતીમાં"