Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાતી દુહા ભાગ - ૧૨ Gujarati Duha ભાગ - 12

ગુજરાતી નવા દુહાઓ

પણ મોઢેય બોલુ માં મને સાચેય નાનપ સાંભળે
પણ પછી મોટપ ની બધી મજા મને કડવી લાગે કાગડા

એ.. અમારે આંગણે ભલે પધાર્યા નરનારી સૌ નમનું કરે
ધન્ય ધન્ય સોરઠ ના રાજા દર્શન થાતાં દુઃખ ટળે
દર્શન થાતાં દુઃખ ટળે

યે.. મજબૂત રાખું મનને પણ મારું હૈયું રિયે નઈ હાથ માં
હે જી તું હતી સઘળું હતું મારું સુખ હતું એની સાથમાં
પછી મજબૂર થઈ મારે જીવવું રહ્યું નેણે નીંદર ના આવતી
પાધર વારી પદમણી મને યાદ તારી આવતિતી
યાદ તારી આવતિતી

હે સાજણ સાજણ તારા સંભારણા
અને જેમ વાયુના ઘેરા વળે
એ મારે કાળજ કેરે કણ હલે 
અરેરે એ તો આવી પલ પલ ચાંચ ભરે

નહિ કોયલ નહિ મોરલો અને નહિ પંખીનોય નાદ
હે આજ ટહુકારો એવો થયો અરેરે મારા સજના પાડે સાદ

આમાં ક્યાં ટહુકી કોયલડી  ક્યાં ટહુકે મારા મનનાય મોર
પણ મુખડું દેખાડો કાનજી મારું ચિતડું થયું ચકોર

પણ અમે આવી ઉતારો કર્યો અને તમે જબ્બર વહી તોઈ જોઈ
પણ આમાં કામણ હે ગારું કોઈ અરેરે આજ પાધર પ્રમાણે પોરહા

મારી મધ દરિયે તોફાન માં અન મારા હૈયે નો રે હાથ
કોક કેજો માં ખોડીયાર ને અરેરે માડી એક વાર યાદ કરે

યે.. માડી પરમાર કે બેહું મઢડાની બાર
વળી પૂતર વિનાય ઉઠુંય નહિ
પણ માડી દેને એવો દાતાય
અરેરે માળી ખોળાનોય ખૂંદનાર ખોડિયાર

જાહલ ચીઠ્ઠી મોકલે અને વાચે નવઘણ વીર
ઓલે સિંધમાં રોકી સુમરે અરેરે મને હાલવા નોદે હમીર

જવાબ દે મને જોગણી અને મારી ભેળે રેજે માં ભૂપતિ
પણ જાઉં મારે જાહલ ની વાર અરેરે મને ખોટી કઈરમાં  માં ખોડીયાર

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Gujarati duha lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "ગુજરાતી દુહા ભાગ - ૧૨ Gujarati Duha ભાગ - 12"