Skip to content Skip to sidebar Skip to footer

Ganpati Vandana Lyrics સાયર જળ ભરીયા ગુજરાતીમાં

સાયર જળ ભરીયા
કલાકાર - હરદેવ રાવલ
મ્યુઝિક - પ્રભાત બારોટ
લેબલ - ગણપતિ દાદા
શબ્દો - પાલણસિંહ
તાલ -  ઠેકા , ચલતી

એ રૂઠડા રામ ને મનાવો
એ ગરવા ગણપતિજી દેવ ને મનાવો
હો જીરે સાયર જળ ભરીયા...

રાજા રે કુડો એની પરાજા છે કુડી (૨)
એવા કુડા રે કલિકાળ ના મેહુલિયા
હો જીરે સાયર જળ ભરીયા...

ખારા રે ખેતરિયામાં બીજ મત વાવો ને (૨)
એવા જોતર્યા વિણ ગાડા ને ઘેર લાવો
હો જીરે સાયર જળ ભરીયા...

નર રે કૂડો એની નારી છે કુડી ને (૨)
એવો કુડો રે કળજુગ નો રે નેડલો
હો જીરે સાયર જળ ભરીયા...

ખારા રે સમંદરિયામાં માં મીઠી એક વેરડી ને (૨)
એવા ભવ રે સાગર માં સાચા મોતી
હો જીરે સાયર જળ ભરીયા...

કહે રે પાલણસિંહ નુગરા નવ રેજો રે (૨)
ગુરુ ના ચરણ માં શીશ નમાવો
હો જીરે સાયર જળ ભરીયા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ganpati dada vandana lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ganpati Vandana Lyrics સાયર જળ ભરીયા ગુજરાતીમાં"