Skip to content Skip to sidebar Skip to footer

Man Hari Gyo Maru Bhajan Lyrics મન હરી ગ્યો મારું ગુજરાતીમાં

મન હરી ગ્યો મારું માતા
કલાકાર - નિરંજન પંડ્યા
મ્યુઝિક - સ્ટુડિયો સંગીતા
શબ્દો - પુનિતાચાર્યાજી
લેબલ - શિવ ભજન
તાલ -  દીપચંદી , માઇટ

મન હરી ગ્યો મારું, માતા અનસુયાનો લાલ,
ચિત્ત ચોરી ગ્યો મારું, માતા અનસુયાનો લાલ..

જટા શિર પર બિજ ચંદ્રમાં ,ગંગા કેરી ધાર,
કાનમાં કુંડળ જળહળ થાય,વિજ તણો ચમકાર...
મન હરી ગ્યો...

વિશાળ ભાલમાં તિલક શોભે ,જેમ શોભે ઉદયનો ભાણ,
નાક નમણું પ્રેમનો સાગર , ઉભરે નયનો માંય...
મન હરી ગ્યો...

ખંભે ઝળી ષડ ભૂજોમાં , અયુધ ગ્રહ્યાં સાર ,
શંખ ચક્ર ત્રિશુળ ડમરૂ , કમંડળને માળ...
મન હરી ગ્યો...

પીળું પિતાબંર નેપુર પગમાં , ચાખડી તારણહાર,
શક્તિ ધેનું વેદ સ્વાન થઇને , બેઠા પદારથ ચાર
મન હરી ગ્યો...

કોટી કંદર્પથી રૂપ અધિક છે ,જેનું રસનાં નાશા ભાળ,
શેષ શારદ નાગદ થાક્યા , પુનિતે જોડ્યાં હાથ
મન હરી ગ્યો...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Man hari gyo maru mata bhajan

ટિપ્પણી પોસ્ટ કરો for "Man Hari Gyo Maru Bhajan Lyrics મન હરી ગ્યો મારું ગુજરાતીમાં"