Skip to content Skip to sidebar Skip to footer

Bhajan Vina Mari Lyrics ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે ગુજરાતીમાં

ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે
કલાકાર - આદિત્ય ગઢવી
શબ્દો - ભાટી હરજી
મ્યુઝિક - રાહુલ મુંજારિયા
લેબલ - રામાપીર ભજન
તાલ - સ્પીડ કેહરવા , ચલતી

હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં...
હે સમરણ વિના મારી તલબ ન જાય રામા
ભજન વિનાની મારી...

મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં...
હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા
ભજન વિનાની મારી...

પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં...
હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા
ભજન વિનાની મારી...

બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં...
હે આવંતા મેં દીઠા અસવાર રામા
ભજન વિનાની મારી...

મક્કા મદીના મકરાણાને ઘોડા હાં...
હે આવંતા મેં દીઠા અસવાર રામા
ભજન વિનાની મારી...

હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં...
હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી
ભજન વિનાની મારી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Bhajan vina mari bhukh nai bhange lyrics

2 ટિપ્પણી for "Bhajan Vina Mari Lyrics ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.