Skip to content Skip to sidebar Skip to footer

Agad Bam Agad Bam Bhajan Lyrics અગડ બમ અગડ બમ ગુજરાતીમાં

અગડ બમ અગડ બમ
કલાકાર - નિરંજન પંડ્યા
લેબલ - શિવ ભજન
તાલ - ડબલ હીંચ , હીંચ

અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન 
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ...

ભાંગ વાવી ભોળા નાથે નિંદે છે ગણેશ
ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશ
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી ખેસ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન...
નાચે સદા શિવ આગે ભૈરવ...

ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળો નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન...
નાચે સદા શિવ આગે ભૈરવ...

હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
દેખો મૈયા પાર્વતી જી કેશો ભયૉ રંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન...
નાચે સદા શિવ આગે ભૈરવ...

નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર નાગ કેરા
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગણ ના સિંગાર સોહાવે ભોળા નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન...
નાચે સદા શિવ આગે ભૈરવ...

કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
નરશી મેહતા પૂજે અપૂજ લિંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે...
નાચે સદા શિવ આગે ભૈરવ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Gujarati bhajan

ટિપ્પણી પોસ્ટ કરો for "Agad Bam Agad Bam Bhajan Lyrics અગડ બમ અગડ બમ ગુજરાતીમાં"