Skip to content Skip to sidebar Skip to footer

Janam Sudharyo Re Ho Maro Lyrics જનમ સુધાર્યો રે હો મારો ગુજરાતીમાં

જનમ સુધાર્યો રે હો મારો
તાલ - હીંચ , ડબલ હીંચ

જનમ સુધાર્યો રે હો મારો...2
મળીયા હરિવર ધર્મ દુલારો...૨
જનમ સુધાર્યો રે હો મારો

કરુણા અતિસે રે હો કીધી...૨
ભવજળ બુડતા બાહે ગ્રહી લીધી...૨
જનમ સુધાર્યો રે હો મારો

મુજ પર અઢળક રે હો ઢળિયા...૨
કરુણા કરી ઘેર બેઠા મળીયા...૨
જનમ સુધાર્યો રે હો મારો

આનંદ ઉરમા રે હો ભારી...૨
હવે હુ ના રહુ કોઇ ની વારી...૨
જનમ સુધાર્યો રે હો મારો

હરિ સંગ હેતે રે બંધાણી...૨
હવે મુને ના ગમે બીજી વાણી...૨
જનમ સુધાર્યો રે હો મારો

નીરભે નોબત રે હો વાગી...૨
કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી...૨
જનમ સુધાર્યો રે હો મારો

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Janam Sudharyo Re Ho Maro Lyrics જનમ સુધાર્યો રે હો મારો ગુજરાતીમાં"