Skip to content Skip to sidebar Skip to footer

Shilvant Sadhune Vare Vare Lyrics શીલવંત સાધુને વારે વારે નમીએ ગુજરાતીમાં

શીલવંત સાધુને વારે વારે નમીએ
કલાકાર - લલિતા ઘોડાદ્રા
શબ્દો - ગંગાસતી
તાલ - દિપચંદી , ચલતી

શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ
જેના બદલે નહિં વ્રતમાન રે,

ચિતની વૃત્તિ જેની સદા ય રે’વે નિરમળી ને
જેને મહારાજ થયા મહેરબાન રે...
શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ

શત્રુ ને મિત્ર રે એકે નહિં ઉરમાં,
જેને પરમારથમાં ઝાઝી પ્રીત રે,
મન કરમ વાણીએ સત વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત...
શીલવંત સાધુને વારે વારે...

આઠે પહોરે મન મસ્ત થઈ રે’ વે,
જેને જાગી ગિયો તુરિયાનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે...
શીલવંત સાધુને વારે વારે...

સંગતું કરો તો એવાની રે કરજો ને,
ત્યારે ઊતરશો ભવ પાર રે,
ગંગાસતી એમ જ બોલિયાં ને,
જેને વચનંની સાથે વેવાર રે...
શીલવંત સાધુને વારે વારે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Shilvant Sadhune Vare Vare Lyrics શીલવંત સાધુને વારે વારે નમીએ ગુજરાતીમાં"