Skip to content Skip to sidebar Skip to footer

Shanti Pamade Tene Sant Kahiye Bhajan Lyrics શાંતિ પમાડે તેને સંત કહીએ ગુજરાતીમાં

શાંતિ પમાડે તેને સંત કહીએ
કલાકાર - નારાયણ સ્વામી
રાગ - ભૈરવી
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ - ડબલ હીંચ

શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
ઓ ભાઇ રે ! શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
એના દાસના દાસ થઇ રહીએ.
શાંતિ પમાડે તેને...

વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યું
ત્યારે મહેતાનો માર શીદ ખાઇએ?
કીધા ગુરૂજી ને બોધ નવ આપે,
ત્યારે તેના ચેલા તે શીદ થઇએ?
શાંતિ પમાડે તેને...

વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાય
ત્યારે તેની ગોળી કેમ ખાઇએ?
લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટે
ત્યારે તેની સોબતે શીદ જઇએ?
શાંતિ પમાડે તેને...

નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું,
ને તે તો ચોંટ્યું છે મારે હૈયે,
મહેતા નરસૈંયાની વાણી છે સારી,
તો શામળાને શરણે જઇએ
શાંતિ પમાડે તેને...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Shanti Pamade Tene Sant Kahiye Bhajan Lyrics શાંતિ પમાડે તેને સંત કહીએ ગુજરાતીમાં"