Skip to content Skip to sidebar Skip to footer

Manav Nade Chhe Manvine Lyrics માનવ નડે છે માનવીને ગુજરાતીમાં

માનવ નડે છે માનવીને
કલાકાર - નારાયણ સ્વામી
તાલ - કેહરવા , ચલતી , ઠેકા

(સાખી)
આત્મા અમર હોવા છતાં આ દેહતો છણભંગુર છે;
એ અનાદી કાળનો ચાલતો દસ્તુર છે.

જ્ઞાન દૃષ્ટિએ જુઓ તો તમો આત્મ દર્શન પામશો;
અરે દેહનું બંધન રહ્યું તો જાણો મુક્તિ દૂર છે.

લાખો જીવોને હણવાથી કહેવાય એ સુરવીર ના ;
જે હણે ષડ્ રિપુ ને એજ સાચો સુર છે.

- ભજન -
માનવ નડે છે માનવીને મોટો થયા પછી
ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવીને…

માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી
બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

પ્રગતિ જીવન ની કરવાને માટે તુ ભણતર ભણી ગયો
પડતી હવે તે નોતરી અનુભવ મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણાં
ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી
માનવ નડે છે માનવીને…

નમતો હતો તું સર્વને નિર્ધનપણાં મહીં
ઝગડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

હું પણ પ્રભુ બનીને પૂજાવું છું ઘણે
‘આપ’ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Manav Nade Chhe Manvine Lyrics માનવ નડે છે માનવીને ગુજરાતીમાં"