Skip to content Skip to sidebar Skip to footer

Madhde Avo Mogal Machharali Lyrics મઢડે આવો મોગલ મચ્છરાળી ગુજરાતીમાં

મઢડે આવો મોગલ મચ્છરાળી
કલાકાર - અલ્પા પટેલ
મ્યુઝિક - ધવલ કાપડિયા
શબ્દો - મંગલ રાઠોડ
તાલ - હીંચ , કેહરવા

હે..  મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા

ખમ્મા રે ઘણી ખમ્મા માં તને
ખમ્મા રે ઘણી ખમ્મા (૨)

મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા... (૨)

હો ઘીના દીવડાની માંડી જ્યોતુ પ્રગટાવશુ
હોળા ને ચરજ ધોળ મંગલ ગવરાવશું (૨)

આવોને દિન દયાળી
હો… આવોને દિન દયાળી  એ.. દયાળી

હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા (૨)

હો ઢોલ ત્રાંબાળુ રૂડી શરણાયુ લાવશુ
તરવેડો દેવા તોળા ગોઠિડા આવશુ... (૨)

પગલાં પાડોને પરચાળી
હો… પગલાં પાડોને પરચાળી  પરચાળી

હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા (૨)

હો કાંબી કડલાને હરલ હોયરોને જમણી
ભેળિયો ભલેરો ધરું માનતાયું તમણી (૨)

આંખલડી ઠરશે એને ભાળી
હો… આંખલડી ઠરશે એને ભાળી ભાળી રે...

હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા (૨)

હો મંગલ મોગલ માંના કરશુ વધામણા
આયુ નવલાખ તોળા લેશે ઓવારણા (૨)

જગદંબા ચારણ જોરાળી
હો… જગદંબા ચારણ જોરાળી  હે.. જોરાળી

હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા (૨)

માતાજી તમને ખમ્મા ખમ્મા...
માતાજી તમને ખમ્મા ખમ્મા...
માતાજી તમને ખમ્મા ખમ્મા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Madhde Avo Mogal Machharali Lyrics મઢડે આવો મોગલ મચ્છરાળી ગુજરાતીમાં"