Skip to content Skip to sidebar Skip to footer

Vandan Vandan Ashapura Matane Garba Lyrics In Gujarati વંદન વંદન આશાપુરા માતને ગુજરાતીમાં

વંદન વંદન આશાપુરા માતને
કલાકાર - ભારતી બારોટ , શશીકાંત ભોજવાણી
શબ્દો - ચંદુભા
તાલ - હીંચ , ગરબા , એક તાળી

હે વંદન વંદન આશાપુરા માતને
હે દેશ અને વિદેશમાં વિખ્યાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવી પોઠું રે આવી છે પરદેશથી;
હે મેઘલી માથે ઘોર અંધારી રાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવા તંબુ રે તાણ્યા તમારા ચોકમાં;
હે સપને આવી શેઠને કીધી શાન રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે ઝબકીને જાગી રે જોયું વાણિયે;
હે વળી વિચાર્યું કેમ આવે વિશ્વાસ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવું શ્રીફળ આપ્યું એંધાણીનું સોડમાં;
હે ચુંદડી ચોખા મૂક્યા મસ્તક પાસ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવી જાણી રે જાણી જનેતાને જાગતી;
હે આપ દીયો આ દાસને શું આદેશ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવા દેવચંદ બંધાવે માનાં દેવળો;
હે હામ ધરીને લોભ કર્યો નહીં લેશ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવા દેવળ બંધાવી ભોગળ ભીડીયા;
હે ખટમાસે મા પ્રગટ્યા આપો આપ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે એવા ચાંચર રમવાને રે માડી નિસર્યા;
હે દેવળ વાગે ઘેરી ઘેરી ડાક રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે મહાજન માને છે માની માનતા;
હે માને નમે યદુવંશ તણા ભૂપાળ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે કુળદેવી તું છો કચ્છ રાજની;
હે આઈ ફરે છે દેશ આખામાં આણ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

હે "ચંદુભા" ચરણ ૨જ આપની;
હે તારજો માડી જાડેજાની જાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Vandan Vandan Ashapura Matane Garba Lyrics In Gujarati વંદન વંદન આશાપુરા માતને ગુજરાતીમાં"