Skip to content Skip to sidebar Skip to footer

Santvani Sakhi Part-7 Lyrics in Gujarati ભજન સાખી ભાગ-૭ ગુજરાતીમાં

ભજન સાખી ભાગ-૭ ગુજરાતીમાં
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

કર્મમાં જે લેખ લખ્યા, તે મિથ્યા નવ થાય;
રંક  મટી રાજા બને, રજા રંક જ થાય.

સાધુ ઐસા ચાહિયે, જાકા પૂરન મન;
વિપતિ પડૈ છાંડે નહી, ચઢૈ ચૌગુના રંગ.

સંત સમાગમ જે જન કરે તેને પ્રગટે પ્રેમ;
જે ધાતુને પારસ સ્પર્શે તે તો હોય તેમ.

પાપ કરતા વારીએ, ધર્મ કરતા હા;
બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જા.

કથીર કાંસુ હેમ ન હોય કોટી પારસ સ્પર્શે;
શૂન્ય છીપ તે ઉપર નાવે સો મણ સ્વાતિ વરસે.

અચેતનને ઉપદેશ ન લાગે શિવ બ્રહ્મા સમજાવે;
જેના અવળા અંતઃકરણો તેને સમજણ નાવે.

સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય;
જયોં મેંદી કે પાતમેં, લાલી રહી છિપાય.

કબુદ્ધિ કળપ જેને રૂચે તેને ન લાગે રંગ;
અળદ ઉજળા કેમેય ના થાય જઇ ઝબોળે ગંગ.

કુશકા ફૂટેથી શું થાય કણ ન જડે તેમાંથી;
મંદ અભાગી મૂરખ નરને સમજણ આવે ક્યાંથી.

પાપીને પ્રબોધ ન કરીએ મૌન ગ્રહીને રહી;
કહે પ્રીતમ તુલસીદળ તોડી પ્રેત ન પુજવા જઇએ.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Santvani Sakhi Part-7 Lyrics in Gujarati ભજન સાખી ભાગ-૭ ગુજરાતીમાં"