Skip to content Skip to sidebar Skip to footer

Bhajan Sakhi Part-6 Lyrics in Gujarati ભજન સાખી ભાગ-૬ ગુજરાતીમાં

ભજન સાખી ભાગ-૬ ગુજરાતીમાં
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

આગ લગી સંસાર મેં,ખનખન ઝરે અંગાર;
ઉઠ કબીરા દુર,જગત હૈ કંસાર.
 
બાત બડી હૈ અટપટી,ઝટપટ લિખે ન કોય;
જો મન કી ખટપટ મિટે,ઝટપટ દર્શન હોય.
 
એક જરા સી બાત પર, બરસોં કે યારાના ગયે;
લો ચલો  અચ્છા હુઆ,કુછ લોગ પહેચાને ગયે.
 
રહિમન ધાગા પ્રેમ કા,મત તોડો ચટકાય;
તૂટે સે પુનિ ન મિલે,મિલે ગાંઠ પડ જાય.
 
કબીરા યહ મન લાલચી,સમજે નહીં ગંવાર;
ભજન કરને કો આલસી,ખાને કો હોશિંયાર.
 
ભજન કર ભજન કર નિત્ય નિજ નામ કો,
સમય વહી જાય તને શરમ નાવે;
નુર કા નુર હૈ તેજ કા તેજ હૈ,
પ્રેમની જોત તું પરણ પાવે.
 
શબ્દ કા દેહ હૈ સુરત કર સમરણી,
પુર્વના પુન્ય કોઇ પુરૂષ પાવે;
સદગુરૂ શબ્દોમાં રહ્યો લવલીન તો,
આઠો પહોર આનંદપાવે.
 
ત્રિવિધ તાપ તો નિકટ આવે નહીં,
કરે જમ જોર તો લાત ખાવે;
સવો સદગુરૂના ચરણ પ્રતાપથી,
નિશદિન નુરમાં નુર લાવે.
 
હંસ હતા તે હાલ્યા ગયા મરીને દીધા માગ;
અભાગી જીવ અનેક છે,કુટીલ હરદાના કાગ,
 
કુટીલ હરદાના કાગ સંગત ક્યાં જઇને કરીએ;
વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીએ,
 
શબ્દ પારખું ભેટશે તે દી લેશે ભક્તિમાં ભાગ;
સવો કહે સંત હાલ્યા ગયા મરીને દીધા માગ.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Bhajan Sakhi Part-6 Lyrics in Gujarati ભજન સાખી ભાગ-૬ ગુજરાતીમાં"