Skip to content Skip to sidebar Skip to footer

Aj Mare Nandno Nandan Gher Avya Kirtan Lyrics આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ગુજરાતીમાં

આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા
કલાકાર - ભગવતસ્વરૂપ સ્વામી
લેબલ - સ્વામિનારાયણ ભગવાન
શબ્દો - બ્રહ્માનંદ સ્વામી
તાલ - હીંચ , ડબલ હીંચ

આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા;
મોંઘે મોંઘે મોતીડે વધાવ્યારે સૈયરો...
આજ મારે નંદનો નંદન...

હસીને બોલાવી મુને હેતમાંહી હેરી;
રેંટો બાંધેલ સોનેરીરે સૈયરો...
આજ મારે નંદનો નંદન...

સોનેરી કોરનું નાખેલ ખંભે શેલું;
રસીયે કીધી છે રંગરેલું રે સૈયરો...
આજ મારે નંદનો નંદન...

ફૂલડાનાં મેલ્યાં માથે છોગલાં રે ફરતાં;
મુને નથી વીસરતાંરે સૈયરો...
આજ મારે નંદનો નંદન...

બ્રહ્માનંદના વહાલાથી પ્રીતડી બંધાણી;
મહેણું લીધું છે માથે તાણી રે સૈયરો...
આજ મારે નંદનો નંદન...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Aj Mare Nandno Nandan Gher Avya Kirtan Lyrics આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ગુજરાતીમાં"