Skip to content Skip to sidebar Skip to footer

Somnath Mahadev Lyrics in Gujarati સોમનાથ મહાદેવ ગુજરાતીમાં

સોમનાથ મહાદેવ
કલાકાર - પૂનમ ગોંડલિયા
મ્યુઝિક - જીતુ પ્રજાપતિ
શબ્દો - ઓમ ગોસ્વામી , પ્રદીપ ગઢવી
તાલ - કેહરવા

હો…મહાદેવ , હો…મહાદેવ
સોમનાથ.. સોમનાથ.. સોમનાથ..
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
સોમનાથ મહાદેવ જગત માં પૂમ છે તારે સમાન
તારા ચરણો માં ચૌદે બ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ..

ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ (૨)
સોમનાથ.. સોમનાથ.. સોમનાથ..
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ

હો... મહાદેવ

મસ્તક શોભે ચંદા નંદી ની છે અસવારી
હે ગંગા ધર હે ઋષભ ધ્વજ હે જટા ધારી
હે ભોળા ભંડાળી તારી મહિમા છે ન્યારી
ભાન ભૂલી હું ઘેલી થઇ ગઈ ભક્તિ માં તારી

ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ (૨)
સોમનાથ.. સોમનાથ.. સોમનાથ..
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ..

ઓ.. જગત ના તે દુખ હરિ ને
આપી છે તે શીતળ છાયા
કંઠે વિષ તે ધર્યા
દેવો ને દીધા તે અમૃત પ્યાલા
જગત ના દુઃખ તે હરિ ને
આપી છે શીતળ છાયા

હે જટારા જોગી ન્યારા શિવશંભુ ભોળા મારા (૨)

છે શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
ડાક ડમરુ ના ડમ ડમાટ શંખના નાદ કરે છે વાત
જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
ડાક ડમરુ ના ડમ-ડમાટ શંખ નાદ કરે છે વાત

શિવ ને ભજો જીવ દિન રાત (૩)
ભોળા ને ભજો જીવ દિન-રાત
શિવ ને ભજો જીવ દિન રાત

સોમનાથ.. સોમનાથ.. સોમનાથ..
સોમનાથ મહાદેવ જગત માં કોણ છે તારે સમાન
તારા ચરણો માં ચૌદે ભ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ
ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ (૨)
સોમનાથ.. સોમનાથ.. સોમનાથ..
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Somnath Mahadev Lyrics in Gujarati સોમનાથ મહાદેવ ગુજરાતીમાં"