Skip to content Skip to sidebar Skip to footer

Kidi Bichari Kidli Re Garba Lyrics કીડી બિચારી કીડલી ને ગુજરાતીમાં

કીડી બિચારી કીડલી ને
કલાકાર - પ્રફુલ દવે
મ્યુઝિક - પંકજ ભટ્ટ
શબ્દો - ભોજા ભગત
તાલ - હીંચ , ગરબા , એક તાળી

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા..હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં...

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં..હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં...

મકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો..હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં...

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા..હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં...

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા..હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે..હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી..હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી..હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા..હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

4 ટિપ્પણી for "Kidi Bichari Kidli Re Garba Lyrics કીડી બિચારી કીડલી ને ગુજરાતીમાં"

  1. આ એક સામાજિક હકીકતોનો ચિતાર છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અજ્ઞાત28/8/22 2:41 PM

      આ ભોજા ભગત નું આધ્યાત્મિક જ્ઞાન છે

      કાઢી નાખો
  2. આ સમાજનું પ્રતિબિંબ રજુ કરતો વિચાર છે

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.