Skip to content Skip to sidebar Skip to footer

Gori Radhane Kalo Kan Garba Lyrics In Gujarati ગોરી રાધા ને કાળો કાન ગુજરાતીમાં

ગોરી રાધા ને કાળો કાન
કલાકાર - કિર્તીદાન ગઢવી
મ્યુઝિક - સચિન - જીગર
તાલ - હીંચ , દાંડીયારાસ , ગરબા

હે થનગનતો આ મોરલો એક એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા ખરો કરાવ્યો મેળ રે
ખરો કરાવ્યો મેળ...

ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે , કાનુડાં ની પ્રીત છે;
જગની રીતનું સુ કામ 
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ...
ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન

પશ્ચમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે

રાધા નું તનડું નાચે
મનડું નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાન
ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

રંગે ચંગે જુવાન હૈયા રંગ જમાવે મનગમતા
ફેર ફરંતા વેર ઘુમનતા જોબનવંતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયા આ નવલી રાતે ચમકતા
ખેલ કરતા સહેલ કરતા
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Gori Radhane Kalo Kan Garba Lyrics In Gujarati ગોરી રાધા ને કાળો કાન ગુજરાતીમાં"