Skip to content Skip to sidebar Skip to footer

UNCHI MEDITE MARA SANT NIRE LYRICS IN GUJARATI ઊંચી મેડી તે મારા સંતની રે

ઊંચી મેડી તે મારા સંતની રે
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - અપ્પુ
તાલ - હીંચ , ડબલ હીંચ
ધૂન - સંતો

ઊંચી મેડી તે મારા સંતની રે, 
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે, 
મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોક્લ્યાં, 
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા તે મૂલની મારી ચુંદડી, 
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….
અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, 
અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, 
તોયે ડગમગ થાયે રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….
નથી તરાપો, નથી ડુંગરા, 
નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મેહતાના સ્વામી શામળા, 
પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે…. 

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "UNCHI MEDITE MARA SANT NIRE LYRICS IN GUJARATI ઊંચી મેડી તે મારા સંતની રે"