Skip to content Skip to sidebar Skip to footer

TAME BHAVE BHAJILYO BHAGWAN LYRICS IN GUJARATI તમે ભાવે ભાજી લ્યો ભગવાન

તમે ભાવે ભાજી લ્યો ભગવાન
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - હેમંત ઠક્કર
લેબલ - ભગવાન
તાલ - હીંચ , એક તાળી , ગરબા

તમે ભાવે ભાજી લ્યો ભગવાન જીવન થોડુ રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડુ રહ્યું

એનો દીધેલો કોલ મોહમાં ઘેલા થયા
જુઠી માયાન મોહમાં ઘેલા થયા
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન...
જીવન થોડું રહ્યું...

બાળપણ ને જુવાની મા અડધું ગયું
નહિ ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યું
હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન
જીવન થોડું રહ્યું...

પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહિ
લોભ વૈભવ ને ધન ને ત્યજાશે નહિ
બનો આજ થી પ્રભુમાં મસ્તાન
જીવન થોડું રહ્યું...

જરા ચેતીને ભક્તિનું ભાથું ભર રો
કંઇક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો
છીએ થોડા દિવસના મહેમાન
જીવન થોડું રહ્યું...

બધા આળશમાં દિવસો વીતી જશે
પછી ઓચિતું યમનુ તેડું થશે
નહિ ચાલે તમારું તોફાન
જીવન થોડું રહ્યું...

એ જ કહેવું આ બાળક નું દિલ ધરો
ચિત્ત રાખી પ્રભુજી ને ભાવે ભજો
ઝીલો ઝીલો ભક્તિ નું સુકાન
જીવન થોડું રહ્યું...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "TAME BHAVE BHAJILYO BHAGWAN LYRICS IN GUJARATI તમે ભાવે ભાજી લ્યો ભગવાન"