Skip to content Skip to sidebar Skip to footer

Sansar Mare Maro Satguru Par Utare Bhajan મારો સતગુરુ પાર ઉતારે ગુજરાતીમાં


સંસાર મારે મારો સતગુરુ પાર ઉતારે
કલાકાર - પૂનમ ગોંડલિયા
શબ્દો - દાસ મંગલ
તાલ - દીપચંદી , માઈટ

સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે,
આ સંસારમાં રે, મારા સતગુરુ પાર ઉતારે

પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે
દુનિયાના રંગ દૂર કરીને, અપના રંગ લગાવે રે...
સંસારમાં રે મારો સતગુરુ...

મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, નહિ આવે વારે વારે
ભવસાગરની ભુલવડીમાં, શીદને ફાંફા મારે રે...
સંસારમાં રે મારો સતગુરુ...

સતગુરુ છે દીન દયાળા, ચરણે આવ્યે ઉગારે
જન્મો જન્મના પાપી જીવને, પલમાં પાર ઉતારે રે... સંસારમાં રે મારો સતગુરુ...

મૂરખને શુ કહેવું જાજુ, લાજ શરમ નહિ આવે રે
જમડા આવીને મારે ત્યારે, હરિ હરિ સાદ પુકારે રે... સંસારમાં રે મારો સતગુરુ...

ગુરુ ચરણમાં જઈ પડીને, ગુરુ ગુરુ નામ પુકારે
દાસ મંગલ કહે બૂડતી બેડીને, પલમાં પાર ઉતારે રે... સંસારમાં રે મારો સતગુરુ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Sansar Mare Maro Satguru Par Utare Bhajan મારો સતગુરુ પાર ઉતારે ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.