Skip to content Skip to sidebar Skip to footer

Pag Mane Dhova Dyo Raghurayji Bhajan Lyrics તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી

તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી
કલાકાર - પાર્થિવ ગોહિલ
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
શબ્દો - કવિ શ્રી દુલભાયા કાગ
તાલ -  દીપચંદી , માઈટ

ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય,
પ્રભુ મને શક પડ્યો મનમાંય,
તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી...

રામ લક્ષ્મણ જાનકીજી, તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ
પગ મને...

રજ તમારી કામણગારી, નાવ નારી થઈજાયજી
તો તો અમારા રંક જનની, આજીવીકા ટળી જાય
પગ મને...

જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસ્કાયજી
અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય
પગ મને...

દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી
પગ મને...

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી
પાર ઉતરી પૂછીયું શી લેશો તમે ઉતરાઈ
પગ મને...

નાવની ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈજી
‘કાગ’ કહે કદી ખારવો ના લીયે ખારવાની ઉતરાઈ
પગ મને...

ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય,
પ્રભુ મને શક પડ્યો મનમાંય,
તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Pag Mane Dhova Dyo Raghurayji Bhajan Lyrics તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી"