MOGARANA FUL SAKHI LYRICS IN GUJARATI મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ
મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ
કલાકાર - ઘણા બધા
શબ્દો - પ્રાચીન કીર્તન
કીર્તન - સ્વામિનારાયણ ભગવાન
તાલ - હીંચ , એક તાળી , ગરબા
મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ
શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ
લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રઢિયાળી
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી
ખીલ્યાં ખીલ્યાં રે ત્યાં તો મનગમતાં ફૂલ...
ડોલર, ગુલાબ, ગુલ, ચંપો, ચમેલી,
કેતકી, કરેણ, જાઈ, જાુઈ અલબેલી
મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ...
ફૂલડે ફૂલડે મે નામ શ્રીજીનું લીધું
વીણી વીણીને મારુ મનડુ પ્રોઈ લીધુ
એકસોને આઠ ચૂટ્યાં મોગરાનાં ફૂલ...
મોગરાની માળા ગૂંથી માવ કવિ રાયે
કાવ્યની કુસુમ માળા કદી ના કરમાયે
વીણગુણ એ માળા તણાં મૂલ છે અમૂલ...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "MOGARANA FUL SAKHI LYRICS IN GUJARATI મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.