Skip to content Skip to sidebar Skip to footer

Jesal Karile Vichar Bhajan Lyrics in Gujarati જેસલ કરી લે વિચાર ગુજરાતીમાં

જેસલ કરી લે વિચાર

કલાકાર - લલિતા ઘોડાદ્રા

મ્યુઝિક - પંકજ ભટ્ટ

તાલ - દીપચંદી , માઈટ


જેસલ કરી લે વિચાર,

માથે જમ કેરો માર,

સપના જેવો છે સંસાર

તોળી રાણી કરે છે પોકાર

આવોને જેસલરાય 

આપણ પ્રેમ થકી મળીએં જી

પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી..

આવ્યો અમૂલખ અવતાર

માથે સતગુરુ અવતાર

જાવું ધણીને દુવાર

કાયા બેડી ઉતારે ભવપાર

આવોને જેસલરાય...


ગુરુના ગુણનો નહીં પાર

ભગતી છે ખાંડાની ધાર

નૂગરા કર્યા જાણે સંસાર

એનો એળે જાય અવતાર

આવોને જેસલરાય....


જીવની ગતિ ગુરુની પારા

જેવી કસ્તૂરીમાં વાસ

ધણી તારા નામનો વિશ્ર્વાસ

સેવકોની પૂરો હવે આશ

આવોને જેસલરાય....


છીપું સમુંદરમાં થાય

તેનીયું સફળ કમાઈ

સ્વાતના મેહુલા વરસાય

ત્યારે સાચાં મોતીડાં બંધાય

આવોને જેસલરાય....


મોતીડાં એરણમાં ઓરાય

માથે ઘણ કેરા ઘાય

ફૂટે તે ફટકિયાં કે’વાય

ખરાની ખળે ખબરું થાય

આવોને જેસલરાય....


ચાંદોસૂરજ વસે છે આકાશ

નવલખ તારા તેની પાસ

પવન પાણી ને પરકાશ

સૌ લોક કરે તેની આશ

આવોને જેસલરાય....


નવલાખ કોથળિયું બંધાય

તે તો ગાંધીડો કે’વાય

હીરામાણેક હાટોડે વેચાય

તે દી એનાં મૂલ મોંઘાં થાય

આવોને જેસલરાય....


નત્ય નત્ય ઊઠી નાંવા જાય

કોયલા ઊજળા ન થાય

ગુણિકાને બેટડો જો થાય

બાપ કેને કે’વાને જાય

આવોને જેસલરાય....


પ્રેમના પાટ પ્રેમના થાટ

ઝળહળ જ્યોતુંના ઝળળાટ

આગળ નમન્યું જ્યાં થાય

આવોને જેસલરાય.....


મનની માંડવિયું રોપાય

તન કેરા પડદા બંધાય

જતિ સતી મળી ભેળાં થાય

સતિયુંના પંજા જ્યાં મેળાય

આવોને જેસલરાય.....


દેખાદેખી કરો રે મત ભાઈ

હાથમાં દીવડીઓ દરશાય

અંતરે અંજવાળાં થાય

ચાર જુગની વાણી તોરલ ગાય

આવોને જેસલરાય.....


www.Gujjulyricsin.Com


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Jesal Karile Vichar Bhajan Lyrics in Gujarati જેસલ કરી લે વિચાર ગુજરાતીમાં"