Skip to content Skip to sidebar Skip to footer

JAY SADGURU SWAMI AARTI LYRICS IN GUJARATI જય સદ્‌ગુરુ સ્વામી આરતી અને ધૂન

જય સદ્‌ગુરુ સ્વામી આરતી
કલાકાર - માસ્ટર રાણા
શબ્દો -  મુક્તાનંદ સ્વામી
તાલ - કેહરવા , આરતી તાલ

જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળું, બળવંત બહુનામી
જય સદ્‌ગુરુ સ્વામી...

ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી

નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ

ધૂન

રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ
હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ

નારાયણ હરે, સ્વામિનારાયણ હરે
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે

કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે
જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે

વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે
જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે

વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ
જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ

રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ
વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ

માધવ મુકુંદ, જય માધવ મુકુંદ
આનંદકંદ, જય માધવ મુકુંદ

સ્વામિનારાયણ,સ્વામિનારાયણ,સ્વામિનારાયણ
સ્વામિનારાયણ,સ્વામિનારાયણ,સ્વામિનારાયણ

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "JAY SADGURU SWAMI AARTI LYRICS IN GUJARATI જય સદ્‌ગુરુ સ્વામી આરતી અને ધૂન"