Skip to content Skip to sidebar Skip to footer

Guru Taro Paar Na Payo Pruthvina Malik Lyrics in Gujarati ગુરુ તારો પાર ન પાયો ગુજરાતીમાં

ગુરુ તારો પાર ન પાયો
કલાકાર - ઓસમાણ મીર
શબ્દો - પંડિત દેવાયત
તાલ -  ઠેકા , દિપચંદી

ગુરુ તારો પાર ન પાયો
ધણી તારો પાર ન પાયો
પૃથવીના માલિક તમે રે તારો તો અમે તરીએ જી

હેજી એવા ગવરીના નંદ ગણેશ ને સમરીએ જી
એ જી  સમરું શારદા માતા
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી...

હેજી એવા જમીન ને આસમાન બાવે મૂળ વિના ઠેરાવ્યા જી
એ જી થંભ વિણ આભ ઠેરાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી...

હેજી એવા ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી
એ જી માખણ કોઈ વિરલે પાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી...

હેજી એવા સુન રે શિખર પર અલખ અખેડા જી
એ જી વરસે નૂર સવાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી...

ગગન મંડળમાં બે બાળક ખેલે જી
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી...

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી વારી જાઉ પૃથવીના માલિક
તમે રે તારો તો અમે તરીએ જી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Guru Taro Paar Na Payo Pruthvina Malik Lyrics in Gujarati ગુરુ તારો પાર ન પાયો ગુજરાતીમાં"