Skip to content Skip to sidebar Skip to footer

KATARI KALJE VAGI TAMARI YAAD AVE CHHE LYRICS IN GUJARATI કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે


કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે
કલાકાર નું નામ - ઓસમાણ મીર
શબ્દો - વિનોદ માણેક (ચાટક)

કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે
રહુ છુ રાતભર જાગી તમારી યાદ આવે છે

દિવસ તસવીર જોઉં રાતભર આવો તમે સપને
મને લગનીજ છે લાગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી...

રહુ છું ધ્યાન માં હરદમ સુજે નઈ કામ મુજને
દુઆઓ એજ છે માંગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી...

ઉઘાડી ચાચ ને રાખી પીવા વરસાદ ને ચાતક
મીટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી...

વિરહની વાત છે વસમી મજાર મેળાપની કેવી
શરમના દ્વાર દો ત્યાગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી...

શરાબી છે નજર સંગે ગુલાબી છે અસર અંગે
જવાની જાય જો ભાગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી...

કદી સરખામણી થાયે તમારા સમ કહી દઉં છું
કિશન રાધાજ અનુરાગી તમારી યાદ આવે છે
કટારી કાળજે વાગી...
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
પર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.


1 ટિપ્પણી for "KATARI KALJE VAGI TAMARI YAAD AVE CHHE LYRICS IN GUJARATI કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.