Skip to content Skip to sidebar Skip to footer

HETE HARINO RAS PIJIYE LYRICS હેતે હરીનો રસ પીજીયે


હેતે હરીનો રસ પીજીયે
કલાકાર - સુરેશ રાવલ
શબ્દો - પ્રાચીન શબ્દો
મ્યુઝીક - પંકજ ભટ્ટ
નામાષણ - દાસ ધીરો
તાલ - ડબલ હીંચ , હીંચ , એક તાલી
હે કઠણ ચોટ છે કાળની રે
મરણ મોટેરૂ માન
કઈક રાણા ને કઈક રાજીયા
છોડીને ચાલ્યા સંસાર રે
હેતે હરીનો રસ પીજીયે
હે એવા પ્રીતે રે પ્રભુને ભજીએ

હે સંસાર ધુમાડાના બાચકારે
સાથ આવે ના કોઈ
એ સંસાર ધુમાડાના બાચકારે
સાથ આવે ના કોઈ
રંગ પતંગ નો ઊડી જશે
હે જેમ આકળા ના ચિર
હેતે હરીનો રસ પીજીયે
હે એવા પ્રીતે રે પ્રભુને ભજીએ

હે કોના છોરુને કોના વાછરું રે
કોના માં અને બાપ
એ કોના છોરુને કોના વાછરું રે
કોના માં અને બાપ
અંત કાળે જાવું જીવને એકલું
હારે પુણ્ય અને પાપ
હેતે હરીનો રસ પીજીયે
હે એવા પ્રીતે રે પ્રભુને ભજીએ

હે માલિળો લાવે રૂડા ફૂલડાં ને
કળીયું કરે છે વિચાર
એ માલિળો લાવે રૂડા ફૂલડાં ને
કળીયું કરે છે વિચાર
હે આજની ઘડી રધિયામણી
હે કાલે આપણા શિરધા
હેતે હરીનો રસ પીજીયે
હે એવા પ્રીતે રે પ્રભુને ભજીએ

હે દાસ ધીરો રમે રંગમારે
રમે દિવસ ને રાત
હે દાસ ધીરો રમે રંગમારે
રમે દિવસ ને રાત
હું ને મારું મિથ્યા કરો
હે રમો પ્રભુની સંગાથ
હેતે હરીનો રસ પીજીયે
હે એવા પ્રીતે રે પ્રભુને ભજીએ

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો. ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "HETE HARINO RAS PIJIYE LYRICS હેતે હરીનો રસ પીજીયે"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.